શ્રી ઈ.મો. જિનવાળા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતિ લીલાબા ડા.વ કન્યાવિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં કન્યાકેળવણી આપવામાં આવી રહી છે. શિક્ષણનું પ્રથમ સોપાન એટલે શાળાજીવનનો પ્રાથમિક વિભાગ.આ સમયે શીખવાતાં મૂલ્યો બાળકના માનસ ઉપર ઊંડી છાપ છોડી જાય છે. જે પૈકી ઉદારતા, ધૈર્ય, સાહસ, હિંમત, પરિશ્રમ જેવા મૂલ્યોને અહીં ઉજાગર કરવામાં આવે છે. કારણ કે વિશ્વ ફલક પર નારીનું અસ્તિત્વ અનેરું છે. આ વિભાગ નારીના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બની જીવનના વિવિધ મૂલ્યોની સંગે જીવન જીવી એક માનવ તરીકે પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે અને નારી સાચા અર્થમાં નારાયણી બની રહે એ માટેનો ભગીરથ પ્રયત્ન કરવાની દિશામાં સતત કાર્યશીલ છે જેમાં આચાર્યાશ્રી, નિરીક્ષકશ્રી તેમજ શિક્ષકશ્રીઓની સાથે વાલીમિત્રોનો અવિરત સહકાર પણ મળી રહે એ અભ્યર્થના સહ..
મિત્રો, જે દેશમાં સ્ત્રીઓને દેવી માની પૂજવામાં આવે છે.એવા ભારતદેશના આપણે રેહવાસીઓ છીએ. આપણે ત્યાં પ્રાચીનકાળમાં વૈદેહિક શિક્ષણ હતું અને એ સમયે સ્ત્રીઓને પણ દર્શનશાસ્ત્ર, યોગશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા વિષયો શીખવામાં આવતા જેને પરિણામે મૈત્રયી, સુલભા, ગાર્ગી અને વડવા જેવી વિદુષીઓ આપણને મળી . “ સીતા ,ગીતા ,કુંતાની ,આ સંસ્કૃતિ અસ્મિતાની , આ ભૂમિ ના કઈ અબળાની ,આ શોર્યાભૂમિ છે પ્રબળાની....”
વધુ વાંચો »