આચાર્યશ્રીનો સંદેશ

મિત્રો,

જે દેશમાં સ્ત્રીઓને  દેવી માની પૂજવામાં આવે છે.એવા ભારતદેશના આપણે રેહવાસીઓ છીએ. આપણે ત્યાં પ્રાચીનકાળમાં વૈદેહિક શિક્ષણ હતું અને એ સમયે સ્ત્રીઓને પણ દર્શનશાસ્ત્ર, યોગશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા વિષયો શીખવામાં આવતા જેને પરિણામે મૈત્રયી, સુલભા, ગાર્ગી અને વડવા  જેવી વિદુષીઓ  આપણને મળી .

“ સીતા ,ગીતા ,કુંતાની ,આ  સંસ્કૃતિ અસ્મિતાની ,

                                                       આ ભૂમિ ના કઈ અબળાની ,આ શોર્યાભૂમિ  છે  પ્રબળાની….”

વચ્ચેના થોડા દાયકાંઓને બાદ કરીએ તો સ્ત્રીઓએ હંમેશા શિક્ષીત બની સમાજને કંઈક આપ્યું જ છે પણ આ સિક્કાની બીજીબાજુ દુર્ગમ છે  .ગર્ભથી લઈને જીવનમાં અંતિમ શ્વાસ સુધી કેટલાંક સંજોગોને વશ થઈને  સ્ત્રીઓએ ઝૂઝવું પડે છે , ઝઝૂમવું પડે છે લિંગભેદના અન્યાયો સહન કરવા પડે છે  ,પરંતુ તેનું સ્ત્રીત્વ ,તેની અમાય શક્તિઓ ,તેનું હીર  ત્યારેજ ઝળકે છે .જયારે તે આવી વિષય પરિસ્થિતિઓને  વશ વિના આ ઝાંઝવાઓ સામે પણ પોતાના પ્રગટીકારણને ઓઝલ થવા દેતી નથી .

મને જણાવતા આનંદ થાય છે કે સુરત મધ્યે લાલદરવાજા વિસ્તારમાં આવેલ અમારી શ્રીમત લીલાબા ડાહ્યાભાઈ વજેરામ કન્યાવિદ્યાલય એ સ્ત્રીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સ્ત્રીના

હાથમાં ઘરની લગામ હોય છે . સ્ત્રી દેશનો પ્રાણ તેમજ સમાજની કરોડરજ્જુ છે . સ્ત્રીને શિક્ષીત કરાય તો ભાવિ નાગરિકોના ઘડતરની ચિંતા આપોઆપ  હળવી થાય . સ્ત્રીઓ જયારે બદલાતા સમય અને સંજોગો સાથે કદમ મિલાવવા તત્પર છે ત્યારે આપની દીકરીઓ પણ પાછળ ન રહે , તેમને સર્વાંગી વિકાસ થાય એવું ગુણવત્તા સભર શિક્ષણમળે અને જેના વડે તેઓ સવાઈ દીકરી બની કુટુંબ ,સમાજ,દેશને દોરવણી આપી શકે, સારાસારનો વિવેક જાણવી શકે, ખંત અને ખુમારી વડે સ્ત્રીત્વને ઉચ્ચતમ બનાવી ગુણવત્તાયુક્ત નાગરીકોનું નિર્માણ કરી શકે. આ બાબતો માટે અમે કટીબદ્ધ છીએ.

અમારો શાળા પરિવાર બહેનોને પણ સંદેશ આપવા માંગે છે કે તમારું પ્રદાન હજુ મોટું બનાવો, તમારી દ્રષ્ટી હજુ વિશાળ બનાવો .તમારી શક્તિઓનો ,તમારી દીર્ધદ્રષ્ટિનો ,તમારી હોશયારીનો સમાજને વધુ લાભ આપો .તમે સમાજસુધારણા અને દેશની સુરક્ષા માટે સહભાગી બની આપણા દેશને નવી ઉંચાઈએ  સ્થાપો .

સમાજના પ્રહરીઓ ,દીકરીઓના સોભાગ્યાશાળી માતા –પિતાઓ —

આવો ,દીકરીઓનું સર્જન કરીએ .

ફૂલની ક્યારીઓનું  સર્જન કરીએ .

વ્હાલય અને મમતામયી

લાગણીઓનું સર્જન કરીએ .

દુર્ગા અને સરસ્વતીની

શક્તિઓનું સર્જન કરીએ .

ભાવભીના હૈયા તો સૌને મળ્યા છે .

આવો ,એ હૈયાઓમાં સ્પંદનોનું સર્જન કરીએ .  

– આચાર્યાશ્રી દર્શનાબેન એસ. પંડ્યા